VIDEO: ડાકોરમાં ભારત-જાપાનના સહયોગથી હાઇબ્રિડ બાયોગેસ પ્રોજેક્ટ શરૂ
સોર્સ : gstv
ખેડા જિલ્લાના ડાકોર સ્થિત પ્રમુખસ્વામી ફાર્મ ખાતે ભારત અને જાપાન સરકારના સંયુક્ત પ્રયાસથી ક્રાંતિકારી બાયોગેસ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. જાપાન સરકારના પાંચ અધિકૃત સંશોધકોની ટીમે ડાકોર ખાતે પાંચ દિવસની કામગીરી બાદ આ પ્રોજેક્ટને કાર્યરત કર્યો હોવાનું જણાવાયું છે. અત્યાધુનિક જાપાનીઝ ટેકનોલોજીની મદદથી પશુઓના છાણમાંથી 24 કલાક વીજળી ઉત્પન્ન કરવાની અને તેનું સ્ટોરેજ કરવાની વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ મિથેન ગેસના પ્રદૂષણને ઘટાડવા તેમજ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જન પર નિયંત્રણ લાવવામાં મદદરૂપ બનશે. સાથે જ પશુપાલકો, ગૌપાલકો અને ખેડૂતો માટે આવકના નવા વિકલ્પો ઊભા થવાની આશા છે. ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ શકે છે.

