VIDEO: મહેમદાવાદના મોદજ ગામે ઉદ્ઘાટન પહેલા જ શાળાનો હોલ ધરાશાયી થતા ધારાસભ્ય સામે સવાલો
સોર્સ : gstv
મહેમદવાદના મોદજ ગામે રણમુક્તેશ્વર શાળા નજીક ઉદ્ઘાટન પહેલા જ હોલ ધરાશાયી થતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ હોલનું કામ પૂર્ણ થયા બાદ ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ તે પહેલાં જ ધરાશાયી થઈ ગયું. ઘટનાને લઈને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નહેરના કામોની તપાસ થઈ શકે તો શાળાના હોલના બાંધકામની તપાસ કેમ ન કરવામાં આવી? હોલ પાસે બાળકો રમતા હોવાના કારણે જો શાળાના સમય દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની હોત, તેવો પ્રશ્ન પણ ઉઠ્યો છે. લોકો કોન્ટ્રાક્ટર સામે તપાસ, જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

