VIDEO: મહેમદાવાદના રૂદણ ગામના સરસવણી સીમના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી ઝડપાઈ
સોર્સ : gstv
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામના સરસવણી સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં ગેરકાયદેસર ગાંજાના છોડની ખેતી કરતા આરોપીને ખેડા SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે SOGને બાતમી મળી હતી કે સરસવણી સીમના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી થઈ રહી છે, બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હચા.
SOG પોલીસે આરોપી પ્રભાત સોલંકીના ખેતરમાંથી કુલ ૨૩.૨૪૦ કિલો ગાંજા જપ્ત કર્યો.,જેમાં લીલા ગાંજાના ૧૦૫ છોડનું વજન ૨૦.૭૮૦ કિલો અને સૂકા ગાંજાની પાંદડી સહિતની ડાળખીઓનું વજન ૨.૪૬૦ કિલો એમ જપ્ત કરેલા ગાંજાની કુલ કિંમત રૂ. ૧૧,૬૨,૦૦૦/- આંકવામાં આવી છે.
આરોપી પ્રભાત સોલંકીની ધરપકડ કરવામાં આવી
આ કાર્યવાહી અંતર્ગત આરોપી પ્રભાત સોલંકીની ધરપકડ કરવામાં આવી. આરોપી પ્રભાતભાઈ કોદરભાઈ સોલંકીની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

