VIDEO: ખેડા-ધોળકા હાઈવે પર દબાણ હટાવાયા: પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૨ દબાણ દૂર કરાયા
સોર્સ : gstv
ખેડા-ધોળકા સ્ટેટ હાઈવે પર આવેલા ચાંદણા ગામમાં રસ્તાની હદમાં કરવામાં આવેલા ગેરકાયદે દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા દબાણકર્તાઓને અગાઉ સાત દિવસની નોટિસ આપવામાં આવી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં જ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંદાજે ૧૨ જેટલાં દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રસ્તાના મધ્ય ભાગથી ૧૫ મીટરની હદમાં આવતા અને રોડની જમીન પર કરાયેલા કાચા-પાકા દબાણોને હટાવીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. તંત્રના આ આકરા પગલાંથી દબાણકર્તાઓમાં ફાળ પડી છે.

