Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Truck rams 50 metres into bike, couple and minor daughter killed

પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને 50 મીટર ઢસડી, દંપતી અને સગીર દીકરીનું કમકમાટીભર્યું મોત, રોષે ભરાયેલા ગ્રામીણોએ હાઈવે પર ચક્કાજામ કર્યો

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને 50 મીટર ઢસડી, દંપતી અને સગીર દીકરીનું કમકમાટીભર્યું મોત, રોષે ભરાયેલા ગ્રામીણોએ હાઈવે પર ચક્કાજામ કર્યો
સોર્સ : gstv

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં બદનાવરમાં લેબડ-નયાગામ ફોરલેન પર સ્થિત પીટગારા ચોકડી પર એક સ્પીડમાં આવતા ટ્રકે બાઈક સવારોને પોતાની અડફેટે લઈ લીધા. આ ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોના દુ:ખદ મોત થઈ ગયા છે, જ્યારે એક નાની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે.

App Store

અકસ્માતમાં બાઈક સવાર પતિ-પત્ની અને તેમની 14 વર્ષની દીકરીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે 12 વર્ષની બીજી દીકરી ગંભીર રીતે ઘવાયી હતી. ટક્કર બાદ ટ્રક બાઈકને લગભગ 50 મીટર સુધી ઢસડી ગયું હતું. ત્યારબાદ બાઈક ટ્રકથી અલગ થઈ ગઈ હતી અને ટ્રક ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બીજી દીકરી હોસ્પિટલમાં સારવાર હેઠળ

મૃતકોની ઓળખ રાહુલ પિતા નિર્ભય સિંહ ભાટી (35), તેમની પત્ની પૂજા (30) અને દીકરી સુમન (14) તરીકે થઈ છે. અકસ્માતમાં તેમની નાની દીકરી શિવાની (12) ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેને તાત્કાલિક બદનાવરની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને રતલામ રિફર કરવામાં આવી છે.

અકસ્માત બાદ ચક્કાજામ

અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્રણ લોકોના મોત અને બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હોવાની માહિતી મળતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ પિટગારા ચોકડી પર ચક્કાજામ કરી દીધો હતો. જોતજોતામાં મૃતકોના સ્વજનો સાથે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા. લોકોએ ચોકડી પર સ્પીડ બ્રેકર બનાવવાની અને મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવાની માગ કરી.

ઘટનાની જાણ થતાં જ SDM પ્રિયંકા મિમરોટ, SDOP અરવિંદસિંહ તોમર, TI અમિતસિંહ કુશવાહ અને તહસીલદાર સુરેશ નાગર પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અધિકારીઓએ સમજાવટથી કામ લઈ જામ ખુલ્લો કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા. સવારે લગભગ 10:00 વાગ્યા સુધી ચક્કાજામ યથાવત રહ્યો હતો.

બંને  તરફ વાહનોની લાંબી કતારો લાગી

ચક્કાજામના કારણે લેબડ-નયાગામ ફોરલેન પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાની બંને બાજુએ સાત કિલોમીટરથી પણ વધુ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. પેસેન્જર બસો, ટ્રકો અને અન્ય વાહનો પણ જામમાં ફસાઈ ગયા હતા. પોલીસ દ્વારા વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય મૃતકોના મૃતદેહો કચડાઈ જવાથી છિન્ન-ભિન્ન થઈ ગયા હતા. દૂર્ઘટનામાં બાઇક (નંબર MP 43 EF 2220) પણ ખૂબ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માત સર્જીને ફરાર થયેલા ટ્રક ડ્રાઈવરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

લસણની વાવણી કરવા જઈ રહ્યો હતો પરિવાર

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાહુલ પોતાની પત્ની પૂજા અને બંને દીકરીઓ સાથે ગામ ધમાના ખાતે લસણની વાવણી કરવા માટે બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન પિટગારા ચોકડી નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવેલ ટ્રકે તેમની બાઈકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે નાની દીકરી શિવાની ગંભીર રીતે ઘાયલ હતી.

આ ગમખ્વાર અકસ્માત બાદ પરિવારમાં હવે રાહુલનો સગીર વયનો દીકરો દિલખુશ જ એકલો બચ્યો છે. તે ઘરે હોવાના કારણે ઘટના સમયે પરિવારની સાથે ન હતો. બનાવની જાણ ગામમાં પહોંચતાં જ અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાસ્થળે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિજનો એકઠા થઈ ગયા હતા.

સ્થાનિકોનું કહેવું છે કે, પિટગારા ચોકડી એક્સિડન્ટ ઝોન બની ગઈ છે. અહીંથી પૂરપાટ ઝડપે પસાર થતાં વાહનોના કારણે અવારનવાર અકસ્માત થતા રહે છે. લોકોએ તંત્ર પાસે ચોકડી પર સ્પીડ બ્રેકર બનાવવા સહિતના જરૂરી સુરક્ષાના પગલાં ભરવાની માગ કરી છે.