VIDEO: લોંગ વીકેન્ડ પર ઋષિકેશ હાઈવે પર ટ્રાફિકજામ: ૨૦ કિલોમીટરનું અંતર કાપવામાં ત્રણ કલાક લાગ્યા
સોર્સ : gstv
સપ્તાહના અંતે ઋષિકેશના હાઈવે અને બાયપાસ માર્ગો પર ભારે વાહનોનો ધસારો જોવા મળતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. ૨૦ કિલોમીટરનું અંતર કાપવામાં વાહનચાલકોને અંદાજે ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. કારોની લાંબી હરોળના કારણે ટ્રાફિક અત્યંત ધીમી ગતિએ ચાલ્યો હતો, જેના લીધે અનેક વાહનોની ક્લચ પ્લેટ બળી જવાના અહેવાલો પણ મળ્યા હતા….સવારથી જ શરૂ થયેલી વાહનોની કતારો બપોર પછી વધુ વણસી હતી અને શ્યામપુરથી લઈને તપોવન અને ખારાસ્રોત સુધી ટ્રાફિકની બેવડી લાઈનો લાગી ગઈ હતી. વાહનોના આ અવિરત પ્રવાહ સામે પોલીસની વ્યવસ્થાઓ બિનઅસરકારક સાબિત થઈ હતી અને પોલીસ કર્મચારીઓ લાચાર નજરે પડ્યા હતા. ટ્રાફિક પોલીસે વાહનોને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવાના પ્રયાસો કર્યા છતાં સ્થિતિ કાબૂ બહાર રહી હતી.

