VIDEO: ખેડામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની તૈયારી
સોર્સ : gstv
ખેડા જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને આગામી કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરવામાં આવી છે. દેશભક્તિના પર્વને ભવ્ય રીતે ઉજવવા માટે જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

