VIDEO: ખેડામાં ભારે વરસાદ, ડાકોરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
સોર્સ : gstv
ખેડા જિલ્લામાં ધોધમાર ૧૭ ઇંચ વરસાદ ખાબકતાં ડાકોર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ડાકોરના મંદિર પરિસર, સોસાયટીઓ તેમજ ચિત્રકૂટ ધામ, માખણી યોં આરો અને નાની ભાગોળ જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સફાઈ કર્મીઓના ઘર સુધી પાણી ભરાઈ ગયા હતા. નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળો પર જ સીમિત હોવાની પોલ ખુલી ગઈ છે. અતિવરસાદના કારણે ગોમતી નદી ઓવરફ્લો થતાં ૧૫૦૦ની વસ્તી ધરાવતો વિસ્તાર પાણીમાં તરબોળ થયો છે અને સ્થાનિક સ્કૂલો તથા મંદિરોમાં પણ પાણી ભરાઈ જવાથી બેટ જેવી દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે. દર વર્ષ ચોમાસામાં આ જ વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હોવાથી હજારો નાગરિકો ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બને છે.

