Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Police detained 250 eunuchs from Ahmedabad in Kapadvanj, dispute over throne and dominance escalated between two groups

Kheda news: કપડવંજમાં અમદાવાદના 250 કિન્નરોની પોલીસે કરી અટકાયત, બે જૂથો વચ્ચે ગાદી અને વર્ચસ્વનો વિવાદ વકર્યો

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Kheda news:  કપડવંજમાં અમદાવાદના 250 કિન્નરોની પોલીસે કરી અટકાયત, બે જૂથો વચ્ચે ગાદી અને વર્ચસ્વનો વિવાદ વકર્યો
સોર્સ : GSTV

ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલા અખાડામાં પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ દરમિયાન કિન્નરોના બે જૂથો વચ્ચે ગાદી અને વર્ચસ્વનો વિવાદ વરવા સ્વરૂપે બહાર આવ્યો છે. અમદાવાદના જમાલદાદા અખાડાના કિન્નરો દ્વારા કપડવંજના શ્રી દાદા ગંગારામ અખાડા પર કબજો મેળવવાના ઈરાદે કરવામાં આવેલા હુમલાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. કઠલાલ ચોકડી પાસે ૫૦ જેટલી ગાડીઓમાં આવેલા ૨૫૦થી વધુ કિન્નરોના કાફલાની અટકાયત કરવામાં આવી હતી.

App Store

 કિન્નરોના બે જૂથો વચ્ચે ગાદી અને વર્ચસ્વનો વિવાદ વરવા સ્વરૂપે બહાર આવ્યો

કપડવંજમાં બહુચર માતાજી અને મેલડી માતાજીના મંદિરોનો પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ અને પૂર્વજોનો ભંડારો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતભરમાંથી મોટી સંખ્યામાં કિન્નરો એકત્રિત થયા હતા. આ દરમિયાન પેટલાદ સ્થિત દાદા ગંગારામ અખાડાના પ્રમુખ આરતી નાયકે ગંભીર આક્ષેપ કર્યા હતા  કે, અમદાવાદના જમાલદાદા અખાડાના કિન્નરો દ્વારા તેમના વિસ્તાર અને અખાડા પર જબરદસ્તીથી કબજો મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આરતી નાયકના જણાવ્યા અનુસાર, અમદાવાદના કિન્નરો દ્વારા અગાઉ પણ અનેક કિન્નરો પર ત્રાસ ગુજારી, ખોટા કેસોમાં ફસાવી કે નશાની હાલતમાં હુમલા કરીને તેમને પોતાના અખાડામાં ભેળવી લેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ વિવાદ ધામક સંપ્રદાયનો હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં શ્રી દાદા ગંગારામ અખાડો વૈષ્ણવ રામાનંદી પરંપરા ધરાવે છે, જ્યારે સામેનો પક્ષ મોગલ સમયની જમાલદાદાની પરંપરામાં ભળી જવા માટે દબાણ કરી રહ્યો હોવાનો દાવો કરાયો છે.

ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા દ્વારા કપડવંજ અને કઠલાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ પોલીસે એક્શન મોડમાં આવી મહમદપુરા સ્થિત જમાવડા પર પ્રહાર કર્યોે હતો. પોલીસે સૌપ્રથમ અખાડાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા હથિયારધારી બાઉન્સરોની ફોજને ખદેડી મૂકી હતી, જેને કારણે નાસભાગ મચી ગઈ હતી.કપડવંજ અને પેટલાદના કિન્નરોએ આક્ષેપ કર્યો છે કે, અમદાવાદના કિન્નરો મોટી સંખ્યામાં ટોળાં ભેગા કરીને હુમલો કરવાના ઈરાદે જ આવ્યા હતા. ખાસ કરીને કશિશ દે અને ભાવના દે દ્વારા અનેક કિન્નરોને ડરાવી-ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે, જેના કારણે સ્થાનિક કિન્નર સમુદાયમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.

 

 અમદાવાદથી નીકળેલા કાફલાને કઠલાલ પાસે જ અટકાવી દેવાની અને કપડવંજમાં શંકાસ્પદ જમાવડાને વિખેરી નાખવાની પોલીસની કામગીરીની ગ્રામજનો દ્વારા પણ સરાહના કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે પરંતુ તણાવ યથાવત્ છે. ખેડા જિલ્લા પોલીસે તત્કાલ ૨ વિભાગીય પોલીસ વડા, ૧૨ પીઆઇ, અને મોટી સંખ્યામાં પીએસઆઇ સહિત એલસીબી અને એસઓજીની ટીમોના ૫૦૦ જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. તો બીજી તરફ  કઠલાલ પોલીસે અમદાવાદ તરફથી આવતી કિન્નરોની ગાડીઓને અટકાવીને અટકાયતી પગલાં ભર્યા છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ગાદીના વિવાદમાં કિન્નર સમુદાય આમનેસામને : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર હુમલાનો પ્રયાસ નિષ્ફળ

ખેડા જિલ્લાના કપડવંજ ખાતે આવેલા અખાડામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન કિન્નરોના બે જૂથો વચ્ચે ગાદી અને વર્ચસ્વનો વિવાદ વરવા સ્વરૂપે બહાર આવ્યો છે. અમદાવાદના જમાલદાદા અખાડાના કિન્નરો દ્વારા કપડવંજના શ્રી દાદા ગંગારામ અખાડા પર કબજો મેળવવાના ઈરાદે કરવામાં આવેલા હુમલાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. કઠલાલ ચોકડી પાસે ૫૦ જેટલી ગાડીઓમાં આવેલા ૨૫૦થી વધુ કિન્નરોના કાફલાની અટકાયત કરવામાં આવી હતી.

 અખાડાની સુરક્ષામાં તૈનાત હથિયારધારી બાઉન્સરોની ફોજને ખદેડી મૂકતા નાસભાગ

ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા દ્વારા કપડવંજ અને કઠલાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ પોલીસે એક્શન મોડમાં આવી મહમદપુરા સ્થિત જમાવડા પર પ્રહાર કર્યોે હતો. પોલીસે સૌપ્રથમ અખાડાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા હથિયારધારી બાઉન્સરોની ફોજને ખદેડી મૂકી હતી, જેને કારણે નાસભાગ મચી ગઈ હતી.