VIDEO: કપડવંજમાં પરણિતાનું શંકાસ્પદ મૃત્યુ: પિયર પક્ષે હત્યાનો આક્ષેપ કર્યો
સોર્સ : gstv
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કાશીપુરા ગામેથી ત્રણ દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પરણિતાનો મૃતદેહ ગામના જ કૂવામાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ કપડવંજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. આ દુર્ઘટના બાદ મૃતકના પિયર પક્ષે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પરણિતાની હત્યા કરીને તેનો મૃતદેહ કુવામાં ફેંકી દેવામાં આવ્યો છે. હાલ કપડવંજ પોલીસે પિયર પક્ષના આક્ષેપોને ધ્યાને રાખીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

