VIDEO: નડિયાદ રેલવે સ્ટેશન ₹૩.૭૦ કરોડની સોનાની લૂંટ: પકડાયેલા ચારેય આરોપીઓના ૪ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર
સોર્સ : gstv
નડિયાદ રેલવે સ્ટેશન પર વેપારી પાસેથી થયેલી 3 કરોડ 70 લાખના સોનાના દાગીનાની લૂંટના કેસમાં ઝડપાયેલા ચારેય આરોપીઓને નડિયાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓના ૯ ઓક્ટોબરના રોજ બપોરે ૩ વાગ્યા સુધીના ૪ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે....અમદાવાદ ગ્રામ્ય LCBએ ગણતરીના કલાકોમાં જ આ આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી હતી. પોલીસે સ્ટેશન પર રેકી અને ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવીને આ ગંભીર કાવતરામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગેની સઘન તપાસ હાલ હાથ ધરી છે.

