VIDEO: નડિયાદ રેલવે સ્ટેશને ₹3.70 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, ચાર ઝડપાયા
સોર્સ : gstv
નડિયાદ રેલવે સ્ટેશન પર બની કરોડો રૂપિયાની લૂંટની સનસનાટીભરી ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 વચ્ચેના બ્રિજ પર કલકત્તાથી આવી રહેલા એક વેપારીને નિશાન બનાવી ફિલ્મી ઢબે ₹3.70 કરોડની કિંમતના 2.7 કિલો સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ તપાસમાં જોડાયેલી અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹3.76 કરોડથી વધુનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. આ સફળતા બાદ નડિયાદ રેલવે પોલીસે આરોપીઓ અને મુદ્દામાલ સાથે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર લૂંટકાંડનું રી-કન્સ્ટ્રક્શન કરીને ગુનાનો ઘટનાક્રમ સ્પષ્ટ કર્યો હતો.

