VIDEO: નડિયાદમાં 25 વર્ષ જૂની ટાંકી જમીનદોસ્ત કરાઈ
સોર્સ : gstv
નડિયાદના સિવિલ રોડ પર વર્ષ 1991માં નિર્માણ પામેલી 11.2 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરીત બનતા તેને સફળતાપૂર્વક ઉતારી પાડવામાં આવી છે. સલામતીના ભાગરૂપે નડિયાદ મનપાની વોટર વર્ક્સ ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી આ કામગીરીનું ચોક્કસ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. ટાંકી ધારાશાહી કરવાની આ જટિલ કામગીરી દરમિયાન સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના કે જાનહાનિ ન સર્જાતા મનપાની ટીમે હાશકારો અનુભવ્યો હતો.

