VIDEO: નડિયાદમાં સુપર બેકરી મામલે કોંગ્રેસ દ્વારા સેનેટરી વિભાગની કામગીરી સામે સવાલો
સોર્સ : gstv
નડિયાદના પ્રખ્યાત સંતરામ રોડ પર આવેલા સુપર બેકર્સ મામલે સેનેટરી વિભાગની શંકાસ્પદ કામગીરી સામે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. લેબોરેટરીનો સત્તાવાર રિપોર્ટ આવ્યા વગર જ બેકરીનું સીલ ખોલી દેવાના ગંભીર આક્ષેપો સાથે જનઆરોગ્યના હિતમાં કોંગ્રેસ દ્વારા મોટો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર પ્રકરણમાં લાપરવાહી દાખવનાર જવાબદાર અધિકારીઓની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવા ખાસ માંગ કરવામાં આવી છે. આજે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા બેજવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રબળ માંગ ઉઠી છે.

