VIDEO: મહેમદાવાદના ધારાસભ્ય કેનાલના નબળા કામને લઈ લાલઘૂમ, સિંચાઈ વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલ
સોર્સ : gstv
ખેડા જિલ્લાના મહેમદાવાદના ધારાસભ્ય કેનાલના નબળા કામોને લઈને લાલઘૂમ થયા છે. વમાલી અને વાઠવાળી વિસ્તારમાં ચાલી રહેલા કેનાલના કામો અત્યંત તકલાદી અને ગુણવત્તાવિહીન હોવાના આક્ષેપ સાથે તેમણે સિંચાઈ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ધારાસભ્યએ માત્ર ગુણવત્તાની ચકાસણી કરવાને બદલે, આ તમામ કામો નવેસરથી કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે ધારાસભ્યના આ કડક વલણથી સિંચાઈ વિભાગના અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેડૂતોના હિતમાં કામની મજબૂતી પર તેમણે ભાર મૂક્યો છે.

