Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Blocked due to bridge work at Nadiad Yard, know which trains will be affected!

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, જાણો આનાથી કઈ ટ્રેનો થશે પ્રભાવિત!

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, જાણો આનાથી કઈ ટ્રેનો થશે પ્રભાવિત!
સોર્સ : GSTV

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોકની જાહેરાત કરવામાં આવી છે. નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે જ્યારે એક ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા ડિવિઝન હેઠળ આવતા વડોદરા–ગેરતપુર સેક્શનમાં નડિયાદ યાર્ડ ખાતે મહત્વપૂર્ણ ઇજનેરી કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્રિજ નંબર 670 પર રોડ અંડર બ્રિજ (RUB)ના પુનઃર્નિર્માણ માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે. રિલીવિંગ ગર્ડર પદ્ધતિથી થઈ રહેલા આ કામને કારણે આજે અને આગામી દિવસોમાં ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.

App Store

આજે કઈ ટ્રેનોના સમયમાં ફેરફાર?

આજે, 3 મે 2026ના રોજ અપ અને ડાઉન મેઇન લાઇન પર બ્લોક હોવાથી કેટલીક મુજબની ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી દોડશે. 

વડોદરા–જામનગર ઇન્ટરસિટી (22959): આ ટ્રેન આજે અંદાજે 25 મિનિટ મોડી દોડશે.

નવજીવન સુપરફાસ્ટ એક્સપ્રેસ (12656): ચેન્નાઈ સેન્ટ્રલથી અમદાવાદ જતી આ ટ્રેન વડોદરા ડિવિઝનમાં અંદાજે 10 મિનિટ વિલંબથી દોડશે.

આગામી 6 મેના રોજ ટ્રેન રદ

ઇજનેરી કાર્યની ગંભીરતાને ધ્યાનમાં લેતા, આગામી 6 મે 2026ના રોજ એક ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે. મણિનગર–વડોદરા ઇન્ટરસિટી (19036): આ ટ્રેન 6 મેના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન આ બદલાયેલા સમયપત્રક મુજબ કરે જેથી કોઈ અગવડતા ન પડે.