Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / આણંદ : VIDEO: Huge outrage among the people of Nadiad, direct questions like "Where is the development?" despite grants worth crores

VIDEO: નડિયાદની જનતામાં ભારે આક્રોશ, કરોડોની ગ્રાન્ટ છતાં "વિકાસ ક્યાં?" તેવા સીધા સવાલો

Timeછેલ્લું અપડેટ : 23 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે નડિયાદની જનતા, ખાસ કરીને મહિલાઓનો પિત્તો ગયો છે. કરોડોની ગ્રાન્ટ છતાં "વિકાસ ક્યાં?" તેવા સીધા સવાલો સત્તાધીશોને પૂછવામાં આવી રહ્યા છે. બસ સ્ટેન્ડ પાસેનો મુખ્ય રસ્તો છેલ્લા ૩ વર્ષથી 'મોતનો કૂવો' બન્યો છે, જ્યાં સ્કૂલના બાળકો અને વૃદ્ધો જીવના જોખમે પસાર થાય છે.૧૦૦ કરોડથી વધુના ખર્ચ છતાં શુદ્ધ પીવાના પાણી માટે નગરજનો વલખાં મારી રહ્યા છે. રખડતા ઢોરનો ત્રાસ અને ખુલ્લી કાન્સની ગંદકીએ તંત્રની પોલ ખોલી નાખી છે. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે તંત્ર 'વહાલા-દવલા'ની નીતિ છોડી સામાન્ય જનતાના કામ કરે.  

App Store