VIDEO: માસૂમની અંતિમયાત્રા: ગિરનારમાં સિંહનો શિકાર બનેલા મયુરના ગામમાં ભારે આક્રંદ
સોર્સ : GSTV
ગિરનારમાં સિંહના હુમલામાં જીવ ગુમાવનાર ૧૨ વર્ષીય મયુર ચૌહાણનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. મહેમદાવાદના મોદજ ગામે સવારે ૧૦ વાગ્યે આક્રંદભર્યા માહોલમાં મયુરની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. સ્મશાનયાત્રામાં હાજર રહેલા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે બાળકને શ્રદ્ધાંજલિ આપી પરિવારને સરકારી આર્થિક સહાય અપાવવાની ખાતરી આપી હતી. બીજી તરફ, પીડિત પરિવારે ન્યાય અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

