VIDEO: મહુધામાં એસીબીના સકંજામાં વકીલ, અઢી લાખની લાંચ લેતા ઝડપાયા, એએસઆઈ સામે ગુનો દાખલ
સોર્સ : gstv
ખેડાના મહુધા ચોકડી પાસે આવેલ શ્યામ આર્કેડમાં એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને અઢી લાખની લાંચ સ્વીકારતા જસ્ટીસ કાલિદાસ રોહિત નામના વકીલને રંગેહાથ ઝડપી પાડ્યા છે. વેપારીઓ સાથે છેતરપિંડીના આક્ષેપ મામલે પોલીસ સ્ટેશને બેસાડેલા યુવકો સામે ગુનો દાખલ ન કરવા અને સમાધાન કરવા માટે કુલ 5 લાખની લાંચ માંગવામાં આવી હતી, જેમાંથી રકઝક બાદ અડધી રકમ નક્કી થઈ હતી....ફરિયાદીની ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય ACBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ગોસ્વામી અને તેમની ટીમે આ સફળ કાર્યવાહી કરી પૂરેપૂરી રકમ રિકવર કરી છે. આ પ્રકરણમાં મહુધા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જીલુભા ચાવડાની પણ સંડોવણી બહાર આવતા તેમની સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

