VIDEO: ખેડા જિલ્લામાં કપડવંજ, કઠલાલ બાદ હવે મહુધામાં ચાંદીપુરા વાયરસે દસ્તક દીધી
સોર્સ : gstv
ખેડાના મહુધા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો છે. મહુધા તાલુકાના બગડુ ગામના હર્ષદપુરા વિસ્તારમાં રહેતા એસટી ડ્રાઇવરની ૯ વર્ષીય પુત્રીને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. બાળકીની તબિયત બગડતાં તેને પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કેસની જાણ થતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય ટીમ દ્વારા ગામમાં ઘરે-ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે અને આસપાસના વિસ્તારમાં સઘન દેખરેખ રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા અપીલ કરી છે.

