VIDEO: ખેડામાં ભારે વરસાદથી 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો
સોર્સ : gstv
ખેડા જિલ્લાના ગોબલજ ડિવિઝનમાં 36 કલાકથી ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. સતત વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે વીજ પોલ ધરાશાયી થતાં યુજીવીસીએલના 11 KV ઝવેરી ઇન્ડસ્ટ્રી ફિડર પર વીજ પુરવઠો બંધ થયો છે. મળતી માહિતી મુજબ, આ ફિડર 66 KV બીડજ સબસ્ટેશનમાંથી સંચાલિત થાય છે, અને તેના પર 10 મોટા તેમજ અંદાજે 900 નાના ઉદ્યોગો નિર્ભર છે. વીજ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવા માટે યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. જોકે, અસરગ્રસ્ત વિસ્તારમાં ઊંડા પાણી ભરાયેલા હોવાથી સમારકામમાં મુશ્કેલી પડી રહી છે.

