VIDEO: ડાકોરથી સેવાલિયા સ્ટેટ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય, ભ્રષ્ટાચાર સામે રોષ
સોર્સ : gstv
ડાકોરથી સેવાલિયા રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો માટે રસ્તાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં સામે આવેલા રિફ્લેક્ટર કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં માર્ગ પરના મસમોટા ખાડાઓ પ્રજાના ટેક્સના નાણાંની ખુલ્લી લૂંટ દર્શાવી રહ્યા છે. સરકાર દ્વારા ૧૨૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગની ઘોર બેદરકારીને કારણે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. જો સમયસર સ્થળ નિરીક્ષણ કરીને ગુણવત્તાયુક્ત કામ ન કરવામાં આવે, તો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં આ ભ્રષ્ટાચારને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

