Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : The mythological glory of Goda Mahadev, the ancient deity of Birajta Sevaliya on the Mahisagar coast

VIDEO: મહિસાગર તટે બિરાજતા સેવાલિયાના પ્રાચીન દેવ ગોડા મહાદેવનો પૌરાણિક મહિમા

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના સેવાલિયા નજીક મહિસાગર નદીના તટે આવેલું દેવ ગોડા મહાદેવ મંદિર મહાભારત કાળનું અત્યંત પૌરાણિક ધામ છે. સફેદ આરસપહાણનું શિવલિંગ ધરાવતું આ સ્થાનક અગાઉ 'ચંદ્ર મૌલેશ્વર મહાદેવ' તરીકે ઓળખાતું હતું. લોકવાયકા મુજબ શિવભક્ત રાજા મયૂરધ્વજના ઉપવાસથી પ્રસન્ન થઈ ભોળાનાથે એક દૈવી ઘોડો મોકલ્યો હતો, જેના પર સવાર થઈ તેમણે પૂજા કરી હોવાથી આ ધામ 'દેવ ગોડા મહાદેવ' તરીકે પ્રસિદ્ધ થયું. મંદિર પરિસરમાં હરિ અને હર એટલે કે પીપળો અને બિલી એક જ વૃક્ષમાં પ્રગટ થયા હોવાથી અહીંનું વિશિષ્ટ મહાત્મ્ય છે. શ્રાવણ માસ, શિવરાત્રી અને કાળી ચૌદસે અહીં ભસ્મારતી, વિશેષ શણગાર અને કાવડ યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવે છે.

App Store