VIDEO: સેવાલિયા ચેકપોસ્ટ પરથી પાંચ હથિયારો સાથે ત્રણ ઝડપાયા
સોર્સ : gstv
મહીસાગરની સેવાલિયા ચેકપોસ્ટ પરથી પોલીસે એક સ્વિફ્ટ કારમાંથી ચાર પિસ્તોલ અને એક રિવોલ્વર સહિત કુલ પાંચ બંદૂકો અને કારતૂસ ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે ગાડીમાં સવાર આશિષ રાજપૂત, શશાંક પાટડીયા અને પ્રવીણભાઈ વાળાની અટકાયત કરી છે.પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ તમામ હથિયારો મધ્યપ્રદેશના છોટુભાઈ પાસેથી ૫ લાખમાં ખરીદવામાં આવ્યા હતા અને ભાવનગરના રીઢા ગુનેગાર સિકંદર ઉર્ફે સિક્કાને પહોંચાડવાના હતા. પકડાયેલા આરોપીઓ અને સિકંદર ભૂતકાળમાં મર્ડર, લૂંટ, મારામારી અને પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

