Kheda News: ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
ખેડાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખ ગોકુળ હેમાભાઇ ઠાકોરની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે. આ પૂર્વ પ્રમુખ પર ખેડામાં ઠાસરા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના સરકારી શાળાના 26 શિક્ષકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
આ સમયનો છે આરોપ
2016 થી 2022 દરમિયાન 2 કરોડ થી 12 લાખ રૂપિયાની રકમનો ઉચાપત કરવાનો આરોપ છે. આ મામલે પૂર્વ પ્રમુખ ગોકુળ હેમાભાઇ ઠાકોર તેમજ ક્લાર્ક પંકજ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે સભાસદોના ખાતામાંથી બારો બાર લોન લઇ ઉચાપત કર્યાનો આરોપ છે.
આ કેસમાં હાઇકોર્ટના હુકમ બાદ ઠાસરા પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાં આ તમામ શિક્ષકોએ લોન આપ્યાના કોઈપણ પુરાવા રજૂ કર્યા ન હતા. તે દરમિાયન ઠાસરા ટીચર્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના તત્કાલીન મંત્રી ફરિયાદ નોંધાવી હતી.

