Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : 8 accused arrested for committing a scam by adulterating Pet Coke in Dwarka

Video: દ્વારકામાં પેટ કોકમાં ભેળસેળ કરી લાખોનું કૌભાંડ આચરતા 8 આરોપીઓ દબોચાયા, 67 લાખનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસે નાયરા કંપનીમાંથી GHCL સુત્રાપાડા કંપની સુધી જતો પેટ કોકમાં થયેલા ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એલ.સી.બી.ને ગુપ્ત માહિતી મળી હતી કે ખંભાળીયા જી.આઇ.ડી.સી. વિસ્તારની સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કોલસા અને પેટ કોકમાં ગેરકાયદે ભેળસેળ કરવામાં આવી રહી છે. માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

App Store

હલકી ગુણવત્તાનો લો ગ્રેડ કોલસો મોકલાતો 

તપાસ દરમ્યાન ખુલ્યું કે નાયરા કંપનીમાંથી મોકલાતા ઉચ્ચ ગુણવત્તાવાળા પેટ કોકમાં હલકી ગુણવત્તાનો લો ગ્રેડ કોલસો ભેળવી GHCL સુત્રાપાડા ખાતે મોકલવામાં આવતો હતો. આ ગેરકાયદે ધંધામાં આઠ જેટલા આરોપીઓ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ટ્રક દીઠ એક લાખથી વધુ રૂપિયાનો નફો કમાતા હતા અને અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો કૌભાંડ બહાર આવ્યો છે.

 ૬૭ લાખનો મુદામાલ કબ્જે

એલ.સી.બી.એ સ્થળ પરથી કુલ રૂ. ૬૭ લાખ ૫૦ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે, જેમાં પેટ કોક, કોલસો, ટ્રક, લોડર, CCTV DVR અને મોબાઇલ ફોન્સનો સમાવેશ થાય છે. આ કેસમાં દિલીપભાઈ લખમણભાઈ ઓડેદરા, મુન્ના કનસિંહ ભુરીયા, નરશીભાઈ વાઘેલા, હનીફભાઈ લોરૂ, શેતુલ ખરા, મનોજ કણઝારીયા, નિતેશભાઈ નકુમ અને ભાવીક કણઝારીયા સહિતના આરોપીઓને ઝડપી લેવાયા છે.