VIDEO: ખેડા: ઠાસરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ૯૭.૭૦ લાખના વિકાસ કાર્યો મંજૂર, ગ્રાન્ટ કપાત સામે રોષ
સોર્સ : gstv
ખેડાના ઠાસરા તાલુકા પંચાયતની સામાન્ય સભા TDO વ્રજ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ૧૬મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી દરેક સભ્યના વિસ્તાર માટે આશરે ૯૭ લાખ 70 હજાર રૂપિયાના વિકાસ કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, સરકાર દ્વારા સભ્યોની ગ્રાન્ટમાંથી 2 લાખ રૂપિયા કાપી લેવામાં આવતા સભ્યોમાં ભારે નારાજગી વ્યાપી હતી....જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તમામ વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જોરાપુરા સભ્યની શાળાના બિલ્ડિંગ અને સ્પીડ બ્રેકર મૂકવાની રજૂઆત સાથે પંચાયત કેમ્પસમાં બ્લોક હેલ્થ ઓફિસ માટે જગ્યા ફાળવવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરાયો હતો.

