VIDEO: ખેડા: ડાકોર-ઠાસરા બ્રિજની જર્જરિત હાલત, અકસ્માતનો ભય
સોર્સ : gstv
ખેડાના ડાકોરથી ઠાસરા જોડતા મુખ્ય બ્રિજની હાલત અત્યંત જર્જરિત બની છે. બ્રિજ પરના જમ્પિંગ જોઈન્ટ નજીકના ભાગમાં તિરાડો પડી ગઈ છે અને કોંક્રીટ તૂટી ગયું છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે ભય વ્યાપ્યો છે....આ બ્રિજ પરથી દરરોજ હજારો નાના-મોટા તેમજ ભારે વાહનો પસાર થાય છે. જમ્પિંગ જોઈન્ટ અને આસપાસના વિસ્તારમાં થયેલા નુકસાનને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.... વરસાદી મોસમમાં અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે.... સ્થાનિકો અને વાહનચાલકોએ બ્રિજની સમાર-રિપેરીની માંગ કરી છે.

