Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Gold robbery worth Rs 4 crore busted at Nadiad railway station: Ahmedabad Rural LBC nabs 4 accused with adventurous act of PI

VIDEO: નડિયાદ રેલવે સ્ટેશન પર 4 કરોડની સોનાની લૂંટનો પર્દાફાશ: અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પીઆઈની સાહસિક કામગીરીથી 4 આરોપીઓને ઝડપ્યા

Timeછેલ્લું અપડેટ : 04 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોલકાતાની ગ્રો મોર બુલિયન કંપનીનું આશરે ચાર કરોડ રૂપિયાની કિંમતનું ૨ કિલો 90 ગ્રામ સોનું લૂંટીને ફરાર થયેલા ચાર આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડ્યા છે. નડિયાદ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ પર કંપનીના કર્મચારીને પાડીને આ લૂંટ ચલાવાઈ હતી. માસ્ટરમાઇન્ડ સાવન ચૌધરી અગાઉ આ કંપનીમાં નોકરી કરતો હોવાથી ચાર મહિના પૂર્વે આ પ્લાન ઘડાયો હતો. આરોપીઓ વિરમગામ તરફ ભાગી રહ્યા હતા ત્યારે એલસીબી પીઆઈ એસ.એ. ગઢવીએ ચાલુ ગાડીમાં દરવાજો પકડીને ફિલ્મી ઢબે સ્ટીયરિંગ પર કાબૂ મેળવ્યો હતો અને ૫૦૦ મીટર સુધી ઘસડાઈને કાર રોકી હતી. પોલીસે આકાશ પ્રજાપતિ, કિરણ ચૌધરી, દશરથ પ્રજાપતિ અને સાવન ચૌધરીની ધરપકડ કરી કારના સીટ કવરમાં છુપાવેલું સમગ્ર સોનું અને બે કાર જપ્ત કરી છે.

App Store