VIDEO: નડિયાદમાં વિદ્યાર્થીઓ સાથે હર્ષ સંઘવીનો સંવાદ
સોર્સ : gstv
નડિયાદમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી બાઈક રેલી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને ગામ, ઘર અને શાળા સ્વચ્છ રાખવા માટે સહયોગી બનવા અપીલ કરી હતી. રસ્તા પર કચરો કે બચેલું જમવાનું ન ફેંકાય અને કોઈ આવું કરે તો તેને સમજાવવા વિદ્યાર્થીઓને કહ્યું હતું. માતા-પિતાને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે પણ સમજાવવા તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોકનું પઠન કર્યું હતું અને પરંપરાગત રમત-ગમતમાં પણ ભાગ લીધો હતો. હર્ષ સંઘવીએ શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરી સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.

