VIDEO: નેપાળમાં ગ્લેશિયર તૂટવાની દુર્ઘટના: નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યો લાપતા થતાં ભારે શોક
સોર્સ : gstv
નેપાળમાં ગ્લેશિયર તૂટવાની ગંભીર દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યો લાપતા થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. નડિયાદના ભવાની દાસની ખડકી વિસ્તારમાં રહેતા ઉમેશ ભોગીલાલ પટેલ, આકાંક્ષાબેન ઉમેશભાઈ પટેલ અને ઈશાન પટેલ તા. ૨૫/૮/૨૦૨૬ના રોજ સર્જાયેલી આ ઘટના બાદથી મિસિંગ છે. સૂત્રો દ્વારા પરિવારના સગા પાર્થ પટેલને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ ત્રણેય સભ્યો લાપતા થતાં અને સ્થાનિક સ્તરે અન્ય કોઈ નજીકના સગા ન હોવાથી પાડોશીઓ પણ ભારે ચિંતા અને દ્વિધામાં મુકાયા છે. આ દુઃખદ સમાચારથી સમગ્ર મહોલ્લામાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

