VIDEO: ખેડામાં ગટરનું કેમિકલયુક્ત પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળ્યો
સોર્સ : gstv
ધોળકાના ભેટાવાડા જેવી જ ગંભીર સ્થિતિ હવે ખેડામાં સર્જાઈ છે. ખેડા પાલિકાની બેદરકારીના કારણે લાખો રૂપિયાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે…નદીમાં ગટરનું પાણી ભળવાથી વાતાવરણ અને જળ સ્રોત ભારે પ્રદૂષિત થયા છે. આ પ્રદૂષિત પાણીના પ્રકોપથી સ્થાનિક લોકોમાં વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુ જેવા રોગોએ ભરડો લીધો છે. ચીફ ઓફિસરે ખુદ આ બાબત સ્વીકારી હોવા છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં સૂતું છે. પ્રશ્ન એ થાય છે કે શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બેજવાબદાર તંત્ર સામે ક્યારેય લાલ આંખ કરશે….

