VIDEO: દાહોદ: લીમખેડામાં ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ, ૭ સપ્ટેમ્બરથી ડિમોલેશનની ચીમકી
સોર્સ : gstv
દાહોદ જિલ્લાના લીમખેડામાં રોડને અડીને કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દાહોદ-ગોધરા અને ઝાલોદ રોડ પર ડીમાર્કેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે….ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે લારી-ગલ્લા, પતરાના શેડ અને ઓટલા જેવા દબાણો દૂર કરાશે. તંત્ર દ્વારા દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ હટાવવા નોટિસ અપાશે, અને જો સોમવાર, ૭ સપ્ટેમ્બર સુધીમાં દબાણો દૂર નહીં થાય તો સખત કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

