VIDEO: ખેડામાં ગેરકાયદે દારૂના અડ્ડા તાત્કાલિક બંધ કરાવવા માંગ
સોર્સ : gstv
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ ખેડા જિલ્લામાં ગેરકાયદે દારૂના વેચાણ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી દારૂના વેચાણની ચોક્કસ જગ્યાઓ અંગે અગાઉ રજૂઆતો છતાં કાર્યવાહી ન થયાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે એક તરફ જિલ્લા એસ.પીને શ્રેષ્ઠ પોલીસ એવોર્ડ મળ્યો છે, તો બીજી તરફ ઠાસરા તાલુકામાં સ્થાનિકોએ જનતા રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કોંગ્રેસે પોલીસ તંત્ર પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવી જિલ્લામાં ચાલતા તમામ દારૂના અડ્ડા તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી છે. સાથે જ ગેરકાયદે દારૂના વેચાણમાં સંડોવાયેલા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ કોંગ્રેસે માગણી કરી છે.

