VIDEO: જન્માષ્ટમીની ઉજવણી માટે ડાકોર રણછોડરાય મંદિર રોશનીથી સજ્જ, લાખો ભક્તો માટે એલ.ઇ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા
સોર્સ : gstv
પવિત્ર તહેવાર જન્માષ્ટમીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ડાકોરના પ્રખ્યાત રણછોડરાય મંદિરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરને આકર્ષક રોશનીથી ઝળહળ કરવામાં આવ્યું છે અને જન્માષ્ટમીના દિવસે આખું મંદિર આસોપાલવના તોરણોથી શણગારવામાં આવશે. પવિત્ર ગોમતી ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે, જ્યાં કલાકારો સંગીત દ્વારા શ્રી કૃષ્ણની લીલાઓનું રસપાન કરાવશે. ભગવાનના પ્રાગટ્ય સમયે દારૂખાનું અને આતસબાજી થશે તેમજ ભક્તો માટે મોટી એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં આવી છે. ડાકોરમાં ભક્ત બોડાણાના મંદિર અને લક્ષ્મીજીના મંદિરને પણ શણગારવામાં આવ્યા છે. લાલાને સોનાના પારણામાં ઝૂલાવવાના આ અવસરની સાથે બીજા દિવસે યોજાતી ભવ્ય 'ગોપીઓની નોમ'ની ઉજવણીનો લ્હાવો લેવા હજારો ભાવિકો ઉમટી પડશે.

