VIDEO: મહુધા તાલુકાની ચાંદીપુરાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત, તબીબી પ્રોટોકોલ મુજબ કરાયા અંતિમ સંસ્કાર
સોર્સ : gstv
ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ જીવલેણ કેસ નોંધાતાં સમગ્ર આરોગ્ય તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મહુધાના સાપલા ગામની ૯ વર્ષની બાળકીની તબિયત લથડતાં નડિયાદ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવથી સાપલા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે અને તબીબી પ્રોટોકોલ મુજબ બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાપલા ગામે દોડી ગયો હતો અને વાયરસનું સંક્રમણ અટકાવવા કવાયત શરૂ કરી છે. વાયરસ વધુ ન ફેલાય તે માટે વિસ્તારમાં જંતુનાશક પાવડરનો છંટકાવ, ફોગિંગ અને ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરીને સમગ્ર પંથકમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

