Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Bulldozer turns back due to poor functioning of canal near Mehmadabad

VIDEO: મહેમદાબાદ નજીક કેનાલની નબળી કામગીરી પર ફરી વળ્યું બુલડોઝર, કોન્ટ્રાક્ટર સ્વખર્ચે ફરી કરશે બાંધકામ

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેમદાબાદ પાસેના દેવકી વણસોલ નજીક કેનાલ બેસી જવાનો વીડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે અને અધિકારીઓના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી બુલડોઝર ફેરવી નબળું કામ તોડી પાડ્યું છે. એન્જિનિયરના મતે કામ ચાલુ હોવાથી અને તાજા કામમાં પાણી ભરવાને કારણે આ નુકસાન થયું છે, જે હવે કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે ૮૦૦ મીટરનો પટ્ટો નવો બનાવી આપશે.

App Store

અગાઉ ડાકોરથી મહેમદાબાદ વચ્ચે ૧૫૦ કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડ પર માત્ર ૧૫ દિવસમાં ગાબડાં પડતાં ત્રણ લોકોના મોત થયા હતા, છતાં અર્જુનસિંહે તે સમયે મૌન સેવીને અત્યારે માત્ર ૨ કરોડની નહેરનો મુદ્દો ઉઠાવતા કામગીરી સામે શંકા ઉપજી રહી છે. આમ, કરોડોના ખર્ચે થતા સરકારી કામોની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે.