Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : A 37-year-old man died after drowning in Nadiad's Ram Lake!

VIDEO: નડીઆદના રામ તળાવમાં ડૂબી જવાથી ૩૭ વર્ષીય યુવકનું મોત!

Timeછેલ્લું અપડેટ : 21 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના નડીઆદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર પાછળના રામ તળાવમાં ૩૭ વર્ષીય સ્થાનિક યુવક રમેશભાઈ શનાભાઈ બારૈયા ડૂબવાની ગંભીર ઘટના સામે આવી છે. નડીઆદમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ચાલુ વરસાદે બનેલી આ ઘટનાની જાણ થતાં જ નડીઆદ પશ્ચિમ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ધોધમાર વરસાદમાં દોઢથી બે કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઝલક રિંગરોડ પર આવેલ શાંતિકુંજ સોસાયટીના રહેવાસી યુવકના કરૂણ મોતથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News