VIDEO: વિસાવદર પાલિકાના ચીફ ઓફિસરનું રાજીનામું, ઉપપ્રમુખ સાથે વિવાદ બાદ કરાયો હતો આ આક્ષેપ
સોર્સ : GSTV
જૂનાગઢના વિસાવદર નગર પાલિકાના પ્રમાણિત ચીફ ઓફિસર તરીકે છબી ધરાવતા પી.જે. વઘાસિયાએ ટૂંકા 5-6 માસના કાર્યકાળ બાદ રાજીનામું આપ્યું છે. ક્લાસ-વન અધિકારી તરીકે નિવૃત્તિ પછી વતન સેવા માટે જોડાયેલા વઘાસિયાએ લાખો રૂપિયાના ખોટા ખર્ચ અટકાવ્યા અને પોતાના પગારનો હિસ્સો પણ નગરપાલિકા પાછળ વાપર્યો હતો. થોડા દિવસો પહેલા ઉપપ્રમુખ પક્ષ સાથે વિવાદ થયો હતો, જેમાં ખોટા બિલોના આક્ષેપો થયા હતા. મામલો પોલીસ સુધી પહોંચ્યો. જોકે તેમણે આ પ્રકારના કોઈ કારણોસર નહી પરંતુ સ્વૈચ્છિક રાજીનામુ આપ્યાનો દાવો કર્યો છે. જોકે કોંગ્રેસના આગેવાને ભાજપના દબાણનો આક્ષેપ લગાવ્યો છે.

