VIDEO: Junagadh / હંટરપુર ઘેડ ગામમાં ગત વર્ષે તૂટેલો નદીનો પાળો હજુ સુધી રિપેર થતાં ગ્રામજનોમાં રોષ
સોર્સ : GSTV
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હંટરપુર ઘેડ ગામમાં ચોમાસા પૂર્વે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગત વર્ષે નદીનો પાળો તૂટી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ભારે ધોવાણ સર્જાયું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ એક વર્ષ બાદ પણ તૂટેલા પાળાનું સમારકામ કરવામાં આવ્યું નથી. નદીઓમાં ઉગી નીકળેલા જંગલી બાવળ અને ઝાડઝાંખરાના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાઈ રહ્યો છે. ગ્રામજનો પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ખેડૂતો તાત્કાલિક પાળાનું મજબૂતીકરણ, નદીની સફાઈ અને જરૂરી સુરક્ષા પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે.

