Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: Rajukparada's public meeting in Malihatina, Junagadh

VIDEO: રાજુકપરાડાની જુનાગઢના માળિયાહાટીનામાં જાહેર સભા, કહ્યું હું ખેડૂતોની અપેક્ષા અને માંગણી માટે લડતો રહીશ

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજુકપરાડાની જુનાગઢના માળિયાહાટીનામાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં રાજુ કપરાડાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. માળીયાહાટીનામાં ખેડૂત આગેવાન રાજુકરપડાની સભા યોજાઈ હતી.  ખેડૂત સંકલ્પ યાત્રા અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.માળીયાહાટીના તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અમરાપુર ગીરના  સરપંચ સહિત 32થી વધુ ગામોના સરપંચ હાજર રહ્યા હતા.

App Store

 આ અમારી બિન રાજકીય ખેડૂત સભા- રાજુ કપરાડા

રાજુ કરપડાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ અમારી બિન રાજકીય ખેડૂત સભા છે. રાજુ કપરાડાએ કહ્યું કે હું ખેડૂતોની અપેક્ષા અને માંગણી માટે હું લડાઈ કરીશ, ખેડૂતોને પાક વીમાનીનું વળતર પૂરેપરું મળે તે માટે હું સતત લડતો રહીશ. ખેડૂતોનો વોટ બેન્ક તરીકે હવે ઉપયોગ નહીં થવા દઈએ એમ જણાવી સત્તા પક્ષમાં બેઠેલા ને પણ કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્ને  અમે બિન રાજકીય તમારા બારણા ખખડાવશું  જો સોલ્યુશન નહીં આવે તો અમે. તમારા સામે  પણ લડશું એમ પણ  જણાવ્યું હતું.

ટોપિક્સ:raju karpadaraju kaprada