Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Video: Lightning strikes during a jumping ride at Bhavnath Taleti Ground in Junagadh,

Video: જૂનાગઢની ભવનાથ તળેટી ગ્રાઉન્ડમાં જમ્પીંગ રાઈડમાં વીજળી ગુલ, બાળકોમાં ભયનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢના ભવનાથ તળેટી ગ્રાઉન્ડમાં બાળકો માટે ચાલતી જમ્પીંગ રાઈડમાં અચાનક વીજ ખોરવાતાં મોટી દુર્ઘટના ટળી હતી. રાત્રે ચાલુ રાઈડમાં અચાનક લાઈટ ગુલ થતાં રાઈડ અટકી પડી, જેના કારણે બાળકોમાં ચીસાચીસ ફેલાઈ ગઈ. મોજ-મસ્તી સાથે રાઈડની મજા માણતા બાળકો અને તેમના માતા-પિતા હાફળા-ફાફળા થઈ ગયા. રાઈડમાંથી બાળકોને બહાર કાઢવા માતા-પિતાએ ભારે જહેમત ઉઠાવવી પડી. સદ્નસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાનો ભય સર્જાયો હતો.

App Store

ભવનાથ તળેટી ગ્રાઉન્ડમાં અનેક રાઈડ બેફામ ચાલે છે, પરંતુ આ ઘટનાએ ગેરકાયદે વીજ કનેક્શન અને સલામતીના ધોરણો પર સવાલ ઉભા કર્યા છે. આવા કનેક્શન કોણે અને કેવી રીતે આપ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રહેવાસીઓએ મનપા અને પ્રશાસનની ઉદાસીનતા પર આક્રોશ વ્યક્ત કર્યો છે. તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ નિવારી શકાય.

ટોપિક્સ:junagadhjunagadh news