Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Ganpati visarjan in Surya Ganga river in Maliya Hatina

Junagadh News: માળીયા હાટીનામાં ગજાનંદ ગણપતિ બાપાનું વાજતે ગાજતે સૂર્ય ગંગા નદીમાં વિસર્જન 

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ઘણાં વિસ્તારોમાં ગણપતિનું પાંચ દિવસે તો કોઈ સાત દિવસે વિસર્જન કરે છે. માળિયા હાટીનામાં ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા આ વિસ્તારના ભાઈઓ તથા બહેનો વાજતે ગાજતે, ઢોલ શરણાઈના તાલે વિશાળ શોભાયાત્રાના રૂપમાં ગજાનંદ ગણપતિ દાદાને વિદાય આપી હતી. 

App Store

સૂર્યગંગા નદી કે જેમાં આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણીરૂપે વનમાં નીકળ્યા હતા ત્યારે અહીં આવ્યા હતા. અને આ નદીમાં સ્નાન કર્યું હતું. અહીંયા લાઠો દરિયો, મેઘલ અને વડારા  ભાખરવડ તરફથી આવતી પાંડવો એમ ત્રણ નદીઓનો  ત્રિવેણી સંગમ રચાય છે. એટલે આ સ્થાનનું ખૂબ જ મહત્ત્વ છે. આ નદીનું વહેણ સૂર્યની સામે પૂર્વ દિશામાં હોય ભગવાન સ્વામિનારાયણ આ નદીનું નામ સૂર્યગંગા પાડ્યું હતું.