VIDEO/ JUNAGADH: પેટ્રોલ-ડીઝલ માટે લાંબી કતારોને કારણે ટ્રાફિકજામ
સોર્સ : GSTV
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ગડુ નજીક જેતપુર-સોમનાથ હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. પેટ્રોલપંપ પર પેટ્રોલ અને ડીઝલ લેવા માટે વાહનોની લાંબી લાઈનો લાગતાં હાઇવે પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો. ડીઝલની અછતને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલાં ખેતી માટે ખેતરો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ટ્રેક્ટર માટે જરૂરી ડીઝલ ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાઇવે પર અનેક કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળતાં મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

