VIDEO: સાસણ ગીરથી અદ્દભુત નજારો, એક સાથે જોવા મળ્યા અગિયાર સિંહ
સોર્સ : GSTV
તાજેતરમાં જૂનાગઢના સાસણ ગીરમાં એક અદ્દભુત નજારો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક સિંહ નહીં, પણ એક સાથે અગિયાર સિંહ જોવા મળ્યા હતા. આ સિંહોનું ટોળું સફારીના રૂટ પર આરામની ક્ષણો માણતું જોવા મળ્યું હતુ.
નોંધનીય છે કે, એક સાથે આટલા સિંહ ભાગ્યેજ જોવા મળે છે. આવામાં, અદ્દભુત નજારો જોતા, પ્રવાસીઓએ તેને કેમેરામાં કેપ્ચર કર્યો હતો.

