Video: ભાજપ ધારાસભ્યએ પણ પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપી હતી, સરકાર સામે લાગ્યા પક્ષપાતના આરોપ
જીગ્નેશ મેવાણીના પોલીસ અંગેના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આવો જ નિવેદન આપતો એક વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ એક પોલીસ અધિકારીને તારા પટ્ટા ઉતારી નાખીશ તેવી ધમકી આપી રહ્યા છે. આ ઘટના પર સરકારે કડક પ્રતિક્રિયા ન આપતા પક્ષપાતની ચિંતાઓ વધી છે.
ગુજરાતમાં દારૂ માફિયાઓ સક્રિય થયા: મેવાણી
ભાજપના રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ એક પોલીસ અધિકારીને તારા પટ્ટા ઉતારી નાખીશ તેવી ધમકી આપી રહ્યા છે. આ ઘટના પર સિસ્ટમ કે સરકારે કડક પ્રતિક્રિયા ન આપતા પક્ષપાતની ચિંતાઓ વધી છે. તો બીજી તરફ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં દારૂ માફિયાઓ સક્રિય થતાં સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મેવાણીએ આરોપ લગાવ્યો કે રાજ્યતંત્ર અને પ્રભાવશાળી વેપારી હિતો સાથે મળી કામ કરી જાહેર સલામતી સાથે ચેડા કરી રહ્યા છે. જવાબમાં, નાયબ મુખ્યમંત્રીએ સરકારનો બચાવ કરતા મેવાણીના આરોપોને નકારી કાઢ્યા અને સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

