છોટાઉદેપુર: SIRની કામગીરી કરવા નાવડીમાં પહોંચ્યા BLO, નાવડીમાંથી ઉતરતા સહાયક લપસી પડ્યા
સોર્સ : GSTV
છોટાઉદેપુરના અત્રાસ ગામે SIRની કામગીરી કરવા BLO નાવડીમાં પહોંચ્યા હતા. દરમિયાન નાવડીમાંથી ઉતરતી વખતે એક સહાયક ત્યાં લપસી પડ્યા હતા. તેનો વીડિયો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ નસવાડીના કુપ્પા મતદાન મથકના BLO સુપરવાઈઝર નર્મદા નદીને પાર કરી તેમના ગામ ખાતે પહોંચ્યા હતા. તેઓ નાવડીમાં બેસીને નર્મદા પાર કરી SIRની કામગીરી કરવા પહોંચ્યા હતા.
આ અત્રાસ ગામે 60 મતદારો રહે છે, જે મતદારો સુધી પહોંચવા માટે કોઈ રસ્તો નથી. તેથી BLO નાવડીમાં બેસી ગામ સુધી પહોંચ્યા હતા.
એકબાજુ રાજ્યમાં SIRની કામગીરીને લઈ કેટલાય BLO માનસિક તણાવ અનુભવી રહ્યા છે. તો આવા પણ BLO છે જેઓ પોતાની ફરજને ઘણા ગંભીર છે. તેઓ SIR સરકાર લક્ષી કામગીરીને સારી રીતે કરી રહ્યા છે.

