Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : ST Driver drove bus on wrong side for 3 kilometers onRing Road Bridge

VIDEO: Suratમાં ST બસ ચાલકે 3 કિલોમીટર સુધી બસ રોંગ સાઇડમાં હંકારી, ઘટનાનો વીડિયો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 25 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં રાજ્ય પરિવહન નિગમ (ST) ની બસના બેફામ ડ્રાઈવિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સુરતના રિંગરોડ બ્રિજ પર ST બસના ચાલકે તમામ નિયમોને નેવે મૂકીને બસને રોંગ સાઈડમાં હંકારી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્રણ કિલોમીટરથી વધુ બસને ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ વીડિયો એસટી વિભાગને મળતા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે  સલામ તો સવારે એસ.ટી અમારી સુત્રો પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે એસટી બસના ડ્રાઇવરની બેદરકારીના કિસ્સા સામે આવતા એસટી વિભાગીય નિયામક દ્વારા તપાસના આદેશ આપી પગલાં લેવા માટેની સૂચના આપી છે.

App Store