VIDEO: ભાદરવી અમાસે જૂનાગઢના દામોદર કુંડ પર તર્પણ માટે ભક્તોનો અવિરત પ્રવાહ
સોર્સ : gstv
શ્રાવણ માસના છેલ્લા દિવસે જૂનાગઢ સ્થિત ઐતિહાસિક દામોદર કુંડ ખાતે મધ્યરાત્રિથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. પિતૃઓના આશીર્વાદ મેળવવા અને પિતૃઋણમાંથી મુક્ત થવા ભાવિકો વિધિવત તર્પણ કરી પીપળે જળ અર્પણ કરી રહ્યા છે. નરસિંહ મહેતા અને ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી આ ભૂમિ પર નાના-મોટા સૌ કોઈ પેઢી દર પેઢી ચાલી આવતી પરંપરા જીવંત રાખી પિતૃતૃપ્તિ અર્થે ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે.

