Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Preparations for Ambaji Bhadarvi Mahamela in full swing...pedestrians: Safety, convenience and food arrangements...

VIDEO: અંબાજી ભાદરવી મહામેળાને લઈને તૈયારીઓનો ધમધમાટ...પદયાત્રીઓની: સુરક્ષા, સુવિધા અને ભોજનની વ્યવસ્થા...

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબાજી ખાતે આગામી 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી મહામેળા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. યાત્રિકોની સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 29 કમિટીઓની રચના કરવામાં આવી છે અને અંબાજી તરફ જતા વિવિધ માર્ગો પર સીસીટીવી કેમેરાથી સજ્જ વિસામાઓ તૈયાર કરાયા છે, જ્યાં રહેવા, મેડિકલ, ટોયલેટ-બાથરૂમ અને મોબાઈલ ચાર્જિંગ જેવી પાયાની સવલતો ઉપલબ્ધ રહેશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે મેળા દરમિયાન અંબાજી નગરમાં 400થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જ્યારે હાલ મંદિરમાં 160 કેમેરા કાર્યરત છે. પ્રથમ વખત મંદિર ટ્રસ્ટના ભોજનાલય ઉપરાંત દાતાઓના સહયોગથી ચાર અન્ય સ્થળોએ નિઃશુલ્ક ભોજન ભંડારા શરૂ કરવામાં આવશે.   

App Store